વેદકાળ દરમિયાન, બ્રાહ્મણો વેદાભ્યાસ્સમાં પારંગત હતા.તેઓ સર્વશ્રેષ્ઠ શિક્ષક, ઉપદેશક અને સંત મહાત્મા તરીકે સ્થાન પામ્યા હતા.તેઓ સામાજિક રીતરીવાજ અને સિદ્ધાંત નક્કી કરવામાં અગ્રીમ હરોળમાં ગણાતા હતા.આથી બ્રાહ્મણોને ઉચ્ચ સ્તરીય સમ્માન આપતું હતું
શ્રી ક્ષીરજામ્બા માતાજીનું મંદિર ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મામાં ત્રિવેણી સંગમ પાસે ભૃગુ ઋષિના આશ્રમ પાસે આવેલું છે.
બ્રાહ્મણોત્પતિ માર્તડમાં જણાવ્યા મુજબ આશરે ૩૭૪૦ વર્ષ પુર્વે ઇલ્વદુર્ગ (ઇડર) ના રાજા વૈતીવત્સે સંતાન માટે યજ્ઞ કરેલો તેણે યજ્ઞની દક્ષિણામાં સોનાના વાછરડાનું દાન કર્યુ. દાન લેવાની ના પાડનાર બ્રાહ્મણો કોટ કુદી જતા રહયા તે ખેટક(બ્રાહ્મણ) બાજ કહેવાયા. જે અંદર રહયા તે ખેડવા ભીતર કહેવાયા.
ખેડવાબાજ તરીકે ઓળખાતા બ્રાહ્મણો વડાલી, ઇડર કડીયાદરા જાદર જુના ચામું ચોટાસણ ધનાલ તેમજ અમદાવાદ,વડોદરા છાપી ખંભાત,મહુધા,વાગડ અને બીજા શહેરોમાં વસ્યા. આ રીતે ગુજરાતથી માંડી છેક મહારાષ્ટ્ર અને દેશ પરદેશમાં ગૃહસ્થો, શ્રીમંત વેપારીઓ અને રાજકારોબારમાં છે. બાજ ખેડાવાળ બ્રાહ્મણોની વસ્તી ઉમરેઠ,ખંભાત,મહુધા, આણંદ, નડિયાદ,અને સોજીત્રા વગેરે સ્થળોએ આાવેલી છે. ખેટક શબ્દની આગળ કે પાછળ બાજ, ભીતર કે ગમે તે શબ્દ લાગે તો તે સૌ મુળના બ્રહ્મક્ષેત્ર અને કુળદેવી શ્રી ક્ષીરજામ્બા સાથે સંકળાયેલા છે.